Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ટંકારીયા ગામે કેનાલ લીકેજ થવાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન,વળતરની માંગ

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામે માઇનોર કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે.

X

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામે માઇનોર કેનાલ લીકેજ થતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન પહોંચ્યું છે.

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ નજીકની સિમમાંથી પરીયેજ માઇનોર કેનાલ પસાર થાય છે.જે કેનાલમાં છેલ્લા કેટલાય દિવસોથી લીકેજ થતા આસપાસના ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે.ખેતરોમાં જળ ભરાવા ના કારણે મગ સહિતના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં લીકેજ અંગેની અનેક વાર તંત્રમાં રજુઆત કરી છે છતાં તે બાબતે તંત્રએ યોગ્ય ધ્યાન ન આપતા આખરે ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં જળ પ્રવેશી જવાના કારણે ખેતરોમાં જઈ શકાય કે પાક લઈ શકાય તે પ્રકારની સ્થિતિ રહી નથી ત્ત્યારે આ મામલે ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવામાં આવી છે

Next Story