/connect-gujarat/media/post_banners/49aa5b17e00e82977581b260b50d055873ea0b0ed37a26596ee3bd442765e249.jpg)
ભરૂચના ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં MLA રમેશ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક નિલકંઠ મહાદેવના સાનિધ્યમા ભગવાન સત્ય નારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના પ્રમુખ રજની ટેલર સહિત અન્ય ટ્રસ્ટીઓ અને સમાજના પરિવારજનો શ્રદ્ધાભેર ઉપસ્થિત રહી કથા શ્રવણ તેમજ પ્રસાદી નો લાભ લીધો હતો.આ પ્રસંગે સમાજના નવનિર્મિત હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનું સમાજના અગ્રણીઓના હસ્તે ફૂલહાર કરી,શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગર પાલિકાની વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, લાઈટ કમિટીના ચેરમેન પરેશ પટેલ, પાલિકા સભ્ય ધનજી ગોહિલ સહિત અન્ય અગ્રણીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.