Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જમીન સંપાદન મામલે 28 ગામના ખેડૂતોએ PM મોદીને લખ્યા 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ

બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં 28થી વધુ ગામના ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળ્યું હોવાથી PM મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી છે.

X

ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં 28થી વધુ ગામના ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળ્યું હોવાથી PM મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી છે.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં જમીન સંપાદનની પ્રક્રિયામાં ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળતા 28થી વધુ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો. તમામ ખેડૂતોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી પોતાના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી છે. અસરગ્રસ્ત ખેડૂતે જણાવ્યુ હતું કે, ખેડૂતો વિકાસના વિરોધી નથી. પરંતુ NHAIની ગાઈડલાઇન પ્રમાણે અન્ય જીલ્લામાં પર હેક્ટર 3 કરોડ 75 લાખ સુધીનું વળતર આપવામાં આવ્યું છે. જે ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પણ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉપરાંત વર્ષ 2015માં સરકારે ખેડૂતોના રક્ષણ માટે સ્પેશ્યલ ઓર્ડિનન્સ પાસ કરી કાયદો પસાર કર્યો હતો. જોકે, આજ દિન સુધી તેની અમલવારી નહીં થતાં ઉણપ રહી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. જેથી ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો તેમજ મહિલા આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર નોદીને પોસ્ટકાર્ડ લખી પોતાની માંગણીઓ સંતોષાય તેવી લાગણી વ્યક્ત કરી છે.

Next Story