Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ખેડૂતો દ્વારા ફરી એકવાર કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, યોગ્ય વળતર આપવાની માંગ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોએ વધુ વળતરની માંગણી સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેકટર સમક્ષ રૂ.600 થી 700 ની તેઓની વળતરની માંગણીને વળગી રહ્યા હતા

X

ભરૂચ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોએ વધુ વળતરની માંગણી સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી કલેકટર સમક્ષ રૂ.600 થી 700 ની તેઓની વળતરની માંગણીને વળગી રહ્યા હતા અને આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચ ના જિલ્લામાં હાંસોટ તાલુકાના ઉંટીયાદરા સહિત આમોદ અને ભરૃચ તાલુકામાં પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂત આગેવાનોને નજર કેદ કરી એકસપ્રેસ વે ની કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે .જે બાદ ખેડૂતો તેઓના વળતરના મુદ્દે વધુ આક્રમક બની કલેકટર કચેરીએ અઠવાડિયા માં બીજી વાર ઉમટી પડ્યા હતા.ખેડૂત અગ્રણી નિપુલ પટેલ સહિત અન્ય અસરગ્રસ્ત ખેડૂતો ભરૂચ કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે એકત્રિત થઈ તેઓ કોઈ પણ પ્રોજેક્ટની વિરુદ્ધમાં ના હોવાનું કહી તેઓની અન્ય જિલ્લ ની જેમ યોગ્ય વળતરની માંગને વળગી રહી તે અંગે કલેકટરને રજુઆત કરી હતી.

Next Story