Connect Gujarat
ભરૂચ

ભરૂચ:એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે ખેડૂતોની MLA અરૂણસિંહ રણાને રજૂઆત

ભરૂચમાં એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી.

X

ભરૂચમાં એકસપ્રેસ હાઇવેની જમીન સંપાદનના વળતરના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆત કરી હતી.

એકસપ્રેસ હાઇવે માટે સંપાદિત કરાયેલ જમીનના વળતરના મુદ્દે ભરૃચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને ચૂકવાયેલ વળતરની સમકક્ષ વળતરની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.બીજી બાજુ પોલીસ પ્રોટેક્શન સાથે અટકી રહેલ એક્ષપ્રેસ હાઇવેની કામગીરી શરૂ કરી દેવામાં આવતા આ મુદ્દે ખેડૂતો આક્રમક બન્યા છે ત્યારે વાગરા વિધાનસભાના ખેડૂતોએ વધુ વળતરના મુદ્દે ધારાસભ્ય અરૂણસિંહ રણાને ધારદાર રજૂઆત કરી હતી.ખેડૂતોની રજુઆતના પ્રત્યુત્તર આપતા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ આ અંગે જિલ્લા કલેકટર ને રજૂઆત કરી હોવાનું જણાવવા સાથે આગામી દિવસો માં સારું વળતર ખેડૂતોને મળશે તેવી હૈયા ધારણા આપી હતી.

Next Story