ભરૂચ: ભોલાવ ઉદ્યોગનગરમાં આવેલ કંપનીમાં આગ,2 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

જેબસન્સ કંપનીમાં આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેના પગલે દોડધામ મચી જવા પામી હતી

New Update
ભરૂચ: ભોલાવ ઉદ્યોગનગરમાં આવેલ કંપનીમાં આગ,2 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના ભોલાવ ઉદ્યોગનગરમાં આવેલ જેબસન્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બે ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચમાં ફરી એકવખત આગનો બનાવ સામે આવ્યો હતો. ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગરમાં આવેલ જેબસન્સ કંપનીમાં આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભરૂચ નગર સેવા સદનના 2 ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.