New Update
/connect-gujarat/media/post_banners/361937c1412086e35d052ba825e4bdca665f851c3955917cbb704029a1c3f12b.jpg)
ભરૂચ તાલુકાના નબીપુરમાં DGVCLના DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, લાઈમેનની ત્વરિત કામગીરીથી મોટું નુકસાન ટળી જવા પામ્યું...
ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં DGVCLનો પાવર સપ્લાય ગામને પહોંચાડવા માટે ગામમાં વિવિધ સ્થળોએ આશરે 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મરો મૂકેલા છે. જે પૈકી આજે વહેલી સવારે કુંભારના ખાડા પાસે આવેલ DP ઉપર મૂકેલી LT પાવર સપ્લાય સ્વિચ બોક્ષમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. તેની જાણ વીજ વિભાગને થતાં વીજ ટ્રાન્સફૉર્મરમા કોઈ નુકશાન ન થાય તેના માટે વીજપુરવઠો બંધ કરી તેઓએ તેમની ટીમ સાથે સમારકામ શરૂ કરી ગણતરીના કલાકોમાં વીજપુરવઠો શરૂ કરી દીધો હતો. લાઈમેનની ત્વરિત કામગીરીને કારણે DGVCLના અને ગ્રાહકોના વીજ ઉપકરણોને નુક્શાનમાંથી બચાવાયા હતા.
Related Articles
Latest Stories