New Update
/connect-gujarat/media/post_banners/ce77685497a3430999c7afbeb697f8b48fc272b686c022d7109d17b8a1386215.webp)
ભરૂચના નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી પ્રા.શાળામાં રાત્રીના સમયે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા આચાર્યની ઓફિસમાં રહેલ કોમ્પ્યુટર,સ્ટેશનરી અને મહત્વના દસ્તાવેજો સહિત જરૂરી સાધન-સામગ્રી બળીને ખાખ થઇ હતી.બનાવની જાણ સ્થાનીક રહીશોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી
Latest Stories