ભરૂચ : બંબાખાના વિસ્તારમાં ઈદગાહ મેદાન નજીકના જુના બંધ મકાનમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં ઈદગાહ મેદાન નજીક જુના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી.

New Update

ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન પાસેના એક જુના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં ભારે નાશભાગ મચી જવા પામી હતી. જોકે, અચાનક મકાનમાં લાગેલ આગના પગલે એક સમયે સ્થળ ઉપર લોકટોળા જામી ગયા હતા. ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરતા ફાયરના 2 જેટલા ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ તાત્કાલિક ધોરણે આગની લપેટમાં આવેલ મકાન પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એસપી કચેરી માર્ગ પર આવેલ આ મકાન અત્યંત જૂનું અને જર્જરીત હાલતમાં તેમજ બંધ અવસ્થામાં હોય જેથી સદનસીબે સમગ્ર ઘટના ક્રમમાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.

Latest Stories