Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પૂર આવેને પાળ બાંધવા જેવી સ્થિતિ, નગરપાલિકા કર્મચારીઓ ચાલુ વરસાદે કામ કરતા નજરે પડ્યા

થોડા જ વરસાદમાં નગરપાલિકાની ખુલી પોલ, શહેરના સેવાશ્રમ માર્ગ પર પાણીનો ભરાવો

X

ભરૂચ શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવતા સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે નગરપાલિકા કર્મચારીઓ ચાલુ વરસાદે કામગીરી કરતા નજરે પડ્યા હતા.

ગુજરાતમાં આગામી કેટલાક દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ભરૂચ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરુચ નગરપાલિકાના કર્મચારીઓ ચાલુ વરસાદમાં કામ કરતાં જોવા મળ્યા હતા. પૂર આવે અને પાળ બાંધવા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ભરુચ શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવતા સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે થોડા જ વરસાદમાં નગરપાલિકાની પોલ ખૂલી પડી હતી. પાલિકા દ્વારા અગાઉ પ્રિમોંસૂન કામગીરી કરવામાં આવી હતી છતાં પણ સ્થિતિ જેમની તેમ જ છે. જોઈ શકાય છે કે નગરપાલિકાના કર્મચારીઓ ચાલુ વરસાદમાં ભરાયેલ પાણીનો નિકાલ કરી રહ્યા છે. રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળ્યું હતું ત્યારે અવાર જવર કરનાર વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી હતી. પ્રિ મોંસૂન કામગીરીની વાતો કરતાં ભરૂચ નગરપાલિકાની પોલ ખૂલી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Next Story