ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જંબુસર એસટી ડેપોના મુખ્ય દરવાજા બહાર પાણીનો ભરાવો થયો છે. સમગ્ર રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી સામે રાહત અનુભવી છે. તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પણ સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જંબુસર એસટી ડેપોના મુખ્ય દરવાજા બહાર પાણીનો ભરાવો થયો છે. અહી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી પાણી ભરાયું છે. જેથી જંબુસર નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. એસટી ડેપો ખાતે આવતા મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ભરૂચ : વરસાદી માહોલ વચ્ચે જંબુસર એસટી ડેપોમાં પાણીનો ભરાવો, મુસાફરોને હાલાકી...
જંબુસર ખાતે પણ સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જંબુસર એસટી ડેપોના મુખ્ય દરવાજા બહાર પાણીનો ભરાવો થયો છે
New Update
Latest Stories