ભરૂચ: શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓ આ જગ્યાના બન્યા મહેમાન, જુઓ નયનરમ્ય દ્રશ્યો

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ૫૦૦થી વધુ ઘટાદાર વૃક્ષો આવેલા છે

New Update
ભરૂચ: શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓ આ જગ્યાના બન્યા મહેમાન, જુઓ નયનરમ્ય દ્રશ્યો

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ૫૦૦થી વધુ ઘટાદાર વૃક્ષો આવેલા છે.વૃક્ષોના કારણે આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ અનુકૂળ વાતાવરણ માણવા આવે છે.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે કારણ કે ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે જેના કારણે આ વિસ્તારમાં સીઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે ત્યારે વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો પર માળા તૈયાર કરી રહ્યા છે.આ બાબતે રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનના આકાશ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને આ વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધી જ્યાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપતા હોય છે અને બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે.

Latest Stories