Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સબજેલ પહોંચી કોંગ્રેસ આગેવાન સંદિપ માંગરોલા સાથે કરી મુલાકાત

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા આજે સાંજે ભરૂચ સબ જેલ પહોચ્યા હતા અને રૂપિયા 80 કરોડની ઉચાપતના કેસમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા સાથે મુલાકાત કરી હતી.

X

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા આજે સાંજે ભરૂચ સબ જેલ પહોચ્યા હતા અને રૂપિયા 80 કરોડની ઉચાપતના કેસમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ સંદિપ માંગરોલાની અટકાયત વિશે જણાવતા કહ્યું હતું કે, 'આ રીતની રાજકીય કિન્નાખોરી સારી નથી, કાયદો કાયદાનું કામ કરે.' ઉલ્લેખનીય છે કે, વાલિયા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ એક સભાસદે 85 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. ખાંડ તથા મોલાસીસનું વેચાણ પોતાની અંગત પેઢી મારફતે કરી સંસ્થા સાથે છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

Next Story