/connect-gujarat/media/post_banners/ed9e32dba0a3a0a4eb10336a0d49628dd2c5042b69c97495bdfc37ef3316aa4a.jpg)
ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળ ખાતે ગાય માતાનું પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું
ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ ભાજપના સહપ્રભારી દુષ્યંત પટેલના આજરોજ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારના સમયે દુષ્યંત પટેલ તેમના મિત્રો સાથે પાંજરાપોળ ખાતે પહોચ્યા હતા અને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું.દુષ્યંત પટેલે નાના બાળકોને કેક ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરી હતી ત્યાર બાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કુંવારીકાઓનું પૂજન કર્યું હતું.આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલા,અમિત ચાવડા, નરેશ સુથારવાલા સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા