ભરૂચ: તાડીયા વિસ્તારમાં ગોડાઉનમાં સંતાડાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ

New Update
ભરૂચ: તાડીયા વિસ્તારમાં ગોડાઉનમાં સંતાડાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ

ભરૂચ શહેરના બંબાખાના નજીક આવેલ તાડીયા વિસ્તારમાં બુટલેગરો દ્વારા વિદેશી શરાબના જથ્થાને સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચ્ દ્વારા સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા દરમ્યાન બુટલેગર જયંતિ મિસ્ત્રી તથા તેનો છોકરો પરેશ મિસ્ત્રી બંને પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવી પોતાના ઘરની સામે આવેલ ફરાસખાનામાં સગેવગે કરતા ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયા હતા.ભરૂચ ક્રાઇમ બ્રાંચ્ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં ભારતીય બનાવટના વિદેશી શરાબ ના 25 બોક્સ તેમજ 744 નંગ બિયર નૉ જથ્થો મળી કુલ 1,36,660નો મુદ્દામાલ કબ્જે કરી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે  

Latest Stories