Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરમાં શિક્ષિકાના નામ પર કરોડોની લોન લઈને કારની ખરીદી કરી છેતરપીંડી,પોલીસે કાર રિકવર કરી

બાળપણના મિત્રને ધંધો સેટ કરાવી આપવાના બહાને સરકારી નોકરી કરતી શિક્ષિકાના નામે લોનો લઈને લક્ઝુરિયસ કારો ખરીદી કરોડોની છેતરપિંડી કરાઈ હતી.

X

અંકલેશ્વરમાં બાળપણના મિત્રને ધંધો સેટ કરાવી આપવાના બહાને સરકારી નોકરી કરતી શિક્ષિકાના નામે લોનો લઈને લક્ઝુરિયસ કારો ખરીદી કરોડોની છેતરપિંડી કરાઈ હતી.આ મામલે ભરૂચ SOG પોલીસે ગુનામાં ગયેલા ચાર ફોરવ્હીલ ગાડીઓ અલગ અલગ રાજયોમાંથી રીકવર કરી છે.

અંક્લેશ્વરની શિક્ષિકાના પતિના બાળપણના ખાસ મિત્રએ ટ્રાવેલ્સના ધંધામાં લાખોની કમાણીના સ્વપ્ન બતાવી શિક્ષિકા અને તેના પતિને ભોળવી તેમના નામે અલગ અલગ બેંકોમાંથી રૂ. 2.06 કરોડની લોન લઇ ભરૂચ, વડોદરા, અંક્લેશ્વર, મુંબઇ તથા રાયપુર ખાતેના જુદાજુદા શોરૂમમાંથી 14 નવી નક્કરો લક્ઝુરિયસ કાર ખરીદી રફૂચક્કર થઇ ગયાં હતાં.આ મામલે શિક્ષિકાએ અંકલેશ્વર પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ મહાઠગાઈ કાંડમાં સંડોવાયેલાં ભરૂચના વચેટીયા એવા સમીર મહારાઉલજીને ઝડપી પાડ્યો હતો. આ મામલે SOG પોલીસે ગુનાની ગંભીરતા જાણીને ગુનાના આરોપીઓ તથા ગાડીઓની શોધખોળ કરવાની કામગીરી અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી, ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સથી ઉડાણપુર્વકની તપાસ કરીને તપાસ હાથ ધરી હતી. તમામ ટીમોએ ટીમો અલગ અલગ રાજયોમાં જઇ સીસીટીવી ફુટેજ, ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સથી છત્તરપુર (એમપી)થી સિલ્વર કલરની સ્કોર્પિયો, લખનૌ (યુપી) અને મહારાષ્ટ્રથી બે કળા કલરની થાર અને નાગપુરથી એક કાળા કલરની થાર મળીને કુલ ચાર ગાડીઓ SOG પોલીસે ઝડપી પાડીને ગુનાના કામે રિકવર કરી છે. જોકે હાલમાં પણ પોલીસ પકડથી નાસતા ફરતા માસ્ટર માઈન્ડ આરોપી રાહુલ ઉર્ફે સચિન ગિરીષ શાહ, મહેશ રતીલાલ લિંમ્બચિયાને ઝડપી પાડવાની તજવીજ ચલાવી છે.

Next Story