ભરૂચ શહેરના નવાડેરા વિસ્તારમાં આવેલ બાજખેડા વાડી ખાતે ભગવાન રંગ અવધૂતની 54મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ નિઃશુલ્ક નિદાન કેમ્પ દરમ્યાન મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
નારેશ્વરના નાથ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની 54મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના નવાડેરા સ્થિત બાજખેડા વાડી ખાતે લોકસેવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદિક, હોમિયોપેથી તેમજ દાંતના રોગો માટે ની:શુક્લ નિદાન સારવાર કેમ્પ યોજાયા હતા, ત્યારે આ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત જિલ્લા આર્યુવેદ શાખાના સહયોગથી કોરોના વેક્સિન તથા ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. બાપજીની 54મી પુણ્યતિથિ નિમિત્તે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અને કિડની અર્પણવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે નવેઠા સ્થિત સદાનંદ અવધૂત આશ્રમ ખાતે પરિક્રમાવાસીઓને સવાર સાંજ ચા-નાસ્તો અને ભોજન પ્રસાદી આપવાનું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ નિદાન કેમ્પમાં દત્તોપાસક પરિવારના સભ્યો ઉપસ્થિત રહી વધુમાં વધુ લોકો લાભ લે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.