ભરૂચ : ભોલાવ સત્સંગ ભવન ખાતે નિઃશુલ્ક નિદાન-સારવાર મેડીકલ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લાભ લીધો...

આંખની તપાસ તેમજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું પણ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરાયું હતું

New Update
ભરૂચ : ભોલાવ સત્સંગ ભવન ખાતે નિઃશુલ્ક નિદાન-સારવાર મેડીકલ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લાભ લીધો...

ભરૂચ શહેરના ભોલાવ ગામ સ્થિત સત્સંગ ભવન ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભોલાવ દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગ ભવન ભોલાવ ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભોલાવ દ્વારા આયોજિત નિઃશુલ્ક નિદાન અને સારવાર મેડીકલ કેમ્પ આયુષ ઓફિસર ડો. ક્રિષ્ના રાણાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, ત્યારે આ કેમ્પમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની તપાસ તેમજ દરેક દર્દીને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત આંખની તપાસ તેમજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું પણ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરાયું હતું, ત્યારે આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.

Latest Stories