ભરૂચ : હાંસોટની યોગી વિદ્યામંદિર શાળામાં યોજાયો નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ, જરૂરિયાતમંદોએ લાભ લીધો...

New Update
ભરૂચ : હાંસોટની યોગી વિદ્યામંદિર શાળામાં યોજાયો નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ, જરૂરિયાતમંદોએ લાભ લીધો...

ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવેલી યોગી વિદ્યામંદિર શાળાના પટાંગણમાં બરોડા-સુરત ગ્રામ્ય બેંક તેમજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વરના સંયુકત ઉપક્રમે નિશુલ્ક મેડિકલ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ ઓફિસર આત્મી ડેલીવાલા, જનરલ ફિઝિશિયન પરવ મોદી, ઓર્થોપેડિક સર્જન પરિમલ પ્રજાપતિ, ન્યુરોસર્જન જયપાલસિંહ ગોહિલ, બરોડા-સુરત ગ્રામ્ય બેંકના રિઝર્વ મેનેજર સુરત વિષ્ણુ મોહન બારડીયા, મેનેજર નિશિત પરીખ, યોગી વિદ્યામંદિર શાળાના પ્રમુખ હરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ તબીબોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories