ભરૂચ : રોટરી ક્લબ ખાતે ફ્રી મેગા મલ્ટી સુપર સ્પેશ્યાલીટી કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

સુઆયોજન થકી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

New Update
ભરૂચ : રોટરી ક્લબ ખાતે ફ્રી મેગા મલ્ટી સુપર સ્પેશ્યાલીટી કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

ભરૂચના રોટરી ક્લબ ખાતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિઃશુલ્ક મલ્ટી સુપર સ્પેશ્યાલીટી કેમ્પમાં ફિઝિશિયન ડૉ. પર્વ મોદી, ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ, યુરોલોજિસ્ટ ડૉ. શ્રીશાંત પટેલ, પ્લાસ્ટિક સર્જન ડૉ. વિશાલ ખલાસી અને કેન્સરના નિષ્ણાંત ડૉ. ચિન્મય પ્રજાપતિ દ્વારા બહોળી સંખ્યામાં આવેલ દર્દીઓનું ચેકઅપ કરી યોગ્ય સારવારની માહિતી આપી દવાઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડન્ટ રિઝવાના ઝમીનદાર, સેક્રેટરી સંતોષ સિંઘ, પાસ્ટ પ્રેસિડેન્ટ તલકીન ઝમીનદાર, રોટરી મેમ્બર ઉમેશ મોર્ય, ડૉ. આઈ.એ.ખાન સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યોના સુઆયોજન થકી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના સાથે સંલગ્ન હોઈ, ત્યાં લાભાર્થીઓ માટે નિઃશુલ્ક સારવારની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Latest Stories