ભરૂચ : સીટી બસમાં મહિલાઓને મફતમાં મુસાફરી, રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી

મહિલાઓને સીટી બસમાં મફત મુસાફરી કરાવવામાં આવી હતી. નગરપાલિકાના આ નવતર અભિગમને બહેનોએ આવકાર્યો હતો...

New Update
ભરૂચ : સીટી બસમાં મહિલાઓને મફતમાં મુસાફરી, રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી

ભરૂચમાં રક્ષાબંધનના પર્વની ઉજવણીના ભાગરૂપે એક દિવસ માટે મહિલાઓને સીટી બસમાં મફત મુસાફરી કરાવવામાં આવી હતી. નગરપાલિકાના આ નવતર અભિગમને બહેનોએ આવકાર્યો હતો...

ભરૂચ શહેરમાં તારીખ 5મી જુન 2021ના રોજથી સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ શહેરના 12 રૂટ પર સીટી બસો દોડી રહી છે. રક્ષાબંધનની પુર્વ સંધ્યાએ રેલ્વે સ્ટેશનથી સોનેરી મહેલના 13મા રુટની શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં શરૂ થયેલી સીટી બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડી રહયો છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સીટી બસમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરાવવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના આ નવતર અભિગમને મહિલાઓએ આવકાર્યો હતો.

Latest Stories