અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લોકોને વેક્સિન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે સરકાર દ્વારા વેક્સિનનો સ્ટોક વધારવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને વધુમાં વધુ લોકો વેક્સિન લે એ માટે સરકાર દ્વારા વારમવાર અપીલ કર્વમાં આવી રહી છે/ અંકલેશ્વરને અડીને આવેલ ગડખોલ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન મેળવવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. વેક્સિન મેળવવા લોકો સવારથી જ કતારમાં ઊભા રહી જાય છે પરંતુ વેક્સિનનો સ્ટોક ઓછો આવતો હોવાના કારણે ઘણા લોકોએ રસી મુકાવ્યા વગર જ પાર્ટ જતા રહેવું પડે છે જેના કારણે ઘણીવાર વેક્સિનેશન કેન્દ્ર પર ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળે છે.
લોકોએ આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકોને ભલામણના આધારે રસી મૂકવામાં આવે છે તો બીજી તરફ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ હોય એવા લોકોને પણ વેક્સિન માલતિ નથી ત્યારે સરકાર દ્વારા વેક્સિનનો સ્ટોક વધારવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.