ભરૂચ: પાલેજ નજીક હાઇવે પરથી ગેસના ટેન્કરમાંથી ઝડપાયો રૂ. 64 લાખનો વિદેશી દારૂ,પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો

આગામી હોળી ધૂળેટીના પર્વ પર વિદેશી દારૂનું રેલમછેલ અટકાવવા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે

New Update
ભરૂચ: પાલેજ નજીક હાઇવે પરથી ગેસના ટેન્કરમાંથી ઝડપાયો રૂ. 64 લાખનો વિદેશી દારૂ,પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાલેજ નજીક નેશનલ હાઇવે પરથી ગેસના ટેન્કરમાં હેરાફેરી કરાતા રૂપિયા 64 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આગામી હોળી ધૂળેટીના પર્વ પર વિદેશી દારૂનું રેલમછેલ અટકાવવા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે તેઓએ નેશનલ હાઇવે પર પાલેજ નજીક વોચ ગોઠવી હતી આ દરમ્યાન બાતમી વાળુ ટેન્કર આવતા તેને રોકી તપાસ કરતાં ગેસ ભરવાના ટેન્કરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેન્કરમાંથી રૂપિયા ૬૪.૮૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૭૪.૮૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને ટેન્કર ચાલક ધર્મેશ નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે