Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જે.પી.કોલેજ ખાતે જનરલ મેડીકલ કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો...

જે.પી.કોલેજ, જિલ્લા પંચાયત અને રોટરી ક્લબના સંયુકત ઉપક્રમે જે.પી.કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચમાં ઇનર વ્હિલ ક્લબ, જે.પી.કોલેજ, જિલ્લા પંચાયત અને રોટરી ક્લબના સંયુકત ઉપક્રમે જે.પી.કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભરૂચની ઇનર વ્હિલ ક્લબ સંસ્થા દ્વારા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદો માટે સેવાકીય કામો જેવા કે, સાધન વિતરણ, મેડિકલ કેમ્પ સહિતના કાર્યો કરવામાં આવે છે, ત્યારે ઇનર વ્હિલ ક્લબ, જે.પી.કોલેજ, જિલ્લા પંચાયત અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુકત ઉપક્રમે જે.પી.કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે જનરલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી જે.પી.દુલેરા, આસીસન્ટ આરોગ્ય અધિકારી મુનિરા શુક્લાના હસ્તે જનરલ મેડીકલ કેમ્પનો શુભારંભ કરાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ માટે મેડીકલ ચેકઅપ સાથે આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, સુગર અને લોહીનો લેબોરેટરી ટેસ્ટ કરીને જરૂરીયાતમંદોને દવાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડો. અનેરી રાય, ડો. પ્રિયમ મોદી અને ડો. ભાર્ગવી પરમાર, ડો. એન.બી.પટેલ, જે.પી.કોલેજના પ્રોફેસર ડો. દિપક અદ્રોજા, ડો. પી.જે.શાહ અને ડો. પ્રજ્ઞા મોદી સાહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story