ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ,૫ હજાર સરકારી કર્મીઓ ૪૧૩ ગ્રામ પંચાયતમાં બજાવશે ફરજ

ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.

New Update
ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ,૫ હજાર સરકારી કર્મીઓ ૪૧૩ ગ્રામ પંચાયતમાં બજાવશે ફરજ

ભરૂચ જીલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે..ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં આવેલી 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જોકે ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવા બાદ સમરસ જાહેર થયેલ ગ્રામ પંચાયત બાદ હવે 413 ગ્રામ પંચાયત ની જ ચૂંટણી યોજાનાર છે. ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની માહિતી આપી હતી. જેમાં તેઓએ તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પણ અપીલ કરી છે.ભરૂચ જીલ્લામાં કુલ 878 મતદાન મથકો અને 1862 મતપેટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંત, નિર્ભય વાતાવરણમાં યોજાઈ તે માટે 5297 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે. સાથે જ સિક્યોરિટી-પ્રોટેકશન સ્ટાફ તરીકે 2127 પોલીસ જવાનો તહેનાત રહેશે. જિલ્લામાં 878 મતદાન મથકો પૈકી અડધો અડધ એટલે કે 434 વિશેષ તકેદારીના જાહેર કરાયા છે. જેમાં 175 અતિ સંવેદનશીલ અને 259 સંવેદનશીલ મતદાન મથકો છે. જે પોલિંગ બુથો ઉપર ઇલેક્શન સ્ટાફ સાથે પ્રોટેકશન સ્ટાફ વધારે ફરજ બજાવશે. 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી યોજાનારી ચૂંટણીમાં મતગણતરી 21 મી એ હાથ ધરાનાર છે.મત ગણતરી માટે 865 કાઉન્ટીગ સ્ટાફનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે.

Latest Stories