ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 24મી નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીમાં સહભાગી થઈ ધન્યતા અનુભવે તે માટે આમંત્રણ પાઠવાયું છે.
ભરૂચના ઝાડેશ્વર નર્મદા કિનારે આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નર્મદા જયંતિ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આગામી તા. 7 ફેબ્રુઆરીના રોજ 24મી નર્મદા જયંતિ હોવાથી ભવ્ય મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તા. 1લી ફેબ્રુઆરીના રોજ કરાયેલ સંગીતમય સપ્તર્ષિ કથાના આયોજન નિમિત્તે આજરોજ પોથીયાત્રા નીકળી હતી. સપ્તર્ષિ કથા તા. 6 ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 5:૩૦ કલાકથી શરૂ કરવામાં આવશે. વક્તા મહંત માતા સત્યનંદગીરીજી દ્વારા કથાના રસપાનનો લાભ લેવા ભક્તોને આમંત્રણ પાઠવાયું છે. 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરી મહારાજના સાનિધ્યમાં સવા લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, આતશબાજી, 1000 સાડી અપર્ણ કર્યા બાદ નર્મદા મૈયા પૂજન, મહાઅભિષેક સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.