/connect-gujarat/media/post_banners/f9f1890c37589eed602bc42fdfceec9d0ee2e150503405cdd0b1d0a9b32a4257.jpg)
જેટકો કંપનીના તાબા હેઠળના તમામ કર્મચારી અને અધિકારીઓને ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો છે, ત્યારે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સકારાત્મક નિર્ણય નથી આવ્યો. તેવામાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આપેલા આંદોલનની ચીમકીના અનુસંધાને મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું. કર્મચારીઓના જણાવ્યા મુજબ ઘણા સમયથી જેટકો કંપની દ્વારા ખાલી પડેલી જગ્યા પર નવી ભરતી ન કરાતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી જવા પામ્યું છે. જેથી વહેલી તકે ભરતી પ્રક્રિયા કરવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.