ભરૂચ: ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની નવી ઓફિસનું ઉદ્ઘાટન

New Update
ભરૂચ: ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની નવી ઓફિસનું ઉદ્ઘાટન

ભરૂચના કસક વિસ્તારમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની નવી ઓફિસનું રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયુ હતું.

Advertisment

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ મંગલમ કોમ્પ્લેક્સમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની નવી ઓફિસ શરૂ કરવામાં આવી છે જેનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેનું રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર પરેશ કાણકોટીયા તેમજ મંડળીના પ્રમુખ ચિરાગ શાહ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories