ભરૂચ: હાંસોટના ઇલાવ ગામ નજીક કિમ નદીમાંથી માનવ ચહેરા જેવી દેખાતી અલભ્ય માછલી મળી આવી

હાંસોટના ઇલાવ ગામે દેખાય અલભ્ય માછલી, કિમ નદીમાંથી અલભ્ય માછલી મળી આવી.

New Update
ભરૂચ: હાંસોટના ઇલાવ ગામ નજીક કિમ નદીમાંથી માનવ ચહેરા જેવી દેખાતી અલભ્ય માછલી મળી આવી

હાંસોટના ઇલાવ ગામ નજીક કિમ નદીમાં એક માછીમારની જાળમાં માનવ ચેહરા જેવા દેખાવ વળી માછલી નજરે પડતા સ્થાનિકોમાં કુતુહુલ સર્જાયું હતું. માછલીને જોવા સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા.

હાંસોટના ઇલાવ ગામના રહીશ નરસિંહ રાઠોડ કિમ નદીમાં નિત્યક્રમ મુજબ આજે માછીમારી કરવા પહોંચ્યા હતા. સવારના સમયે તેમણે પાણીમાં જાળ ફેંકી ત્યારે નદીની અન્ય માછલીઓ સાથે એક અનોખા દેખાવ વાળી માછલી પણ તેમની જાળમાં ફસાઈ હતી. આ માછલી જાળમાંથી બહાર કાઢી ત્યારે પાણીમાં ન હોવા છતાં પણ તેને કોઈ ખાસ સમસ્યા દેખાઈ ન હતી.

આ માછલીનો દેખાવ જાણે માનવ ચહેરા જેવો જણાતો હતો. ગામલોકોને અનોખી માછલી બતાવવા નરસિંહ રાઠોડ ગામમાં માછલી લાવ્યા હતા. માનવ ચેહરા જેવો દેખાવ ધરાવતી માછલીને જોવા ગ્રામજનોના ટોળા ઉમટ્યા હતા. માછલી બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય લેવામાં આ આવતા આ માછલી પફર ફિશ હોવાનું જાણવા મળ્યું હતું. દેખાવ ઉપરાંત આ માછલી અન્ય એક ખાસિયત પણ ધરાવે છે. આ માછલી આકારમાં નાની હોય છે પરંતુ તે જયારે પણ અસલામતીનો અનુભવ કરે ત્યારે તે પોતાનો આકાર મોટો બનાવી શકે છે.

પફર ફિશ સમુદ્ર અને નદીના પાણી જ્યાં મળતા હોય છે તે વિસ્તારોમાં જોવા મળે છે. માછીમાર દ્વારા આ માછલીને બાદમાં જે વિસ્તારમાંથી તે મળી આવી હતી ત્યાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં સુરતથી અકવેરિયમના કર્મચારીઓ ઇલાવ ખાતે આવી પહોચ્યા હતા અને માછલીને સુરત ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી.

Latest Stories