ભરૂચ: શહેરમાં મુશળધાર વરસાદ, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મુશળધાર વરસાદ વરસ્યો.

New Update
ભરૂચ: શહેરમાં મુશળધાર વરસાદ, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

ભરૂચ શહેરમાં મુશળધાર વરસાદ વરસાયો હતો જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. 

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જો કે ભરૂચમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. આજે સવારના સમયે ભરૂચ શહેરમાં કાળ ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરીજનો લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.

આ તરફ મુશળધાર વરસાદના કારણે શહરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચના સેવાશ્રમ રોડ,પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Latest Stories