ભરૂચ: ધોધમાર વરસાદ વરસતા સેવાશ્રમ રોડ અને પાંચબત્તી વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળ્યા

સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ અને મધ્યગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

New Update
ભરૂચ: ધોધમાર વરસાદ વરસતા સેવાશ્રમ રોડ અને પાંચબત્તી વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળ્યા

ભરૂચ શહેરમાં ગતરાત્રીના વરસેલ ધોધમાર વરસાદના કારણે શહેરના સેવાશ્રમ રોડ અને પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

Advertisment

સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ અને મધ્યગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. રૂચની વાત કરવામાં આવે તો ભરૂચ શહેર અને જીલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતી જોવા મળી રહી છે. ભરૂચ શહેરમાં ગતરાત્રિથી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે શહેરના સેવાશ્રમ રોડ,પાંચબત્તી અને કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા હતા જેના પગલે વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. આ વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આ પ્રકારના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે

Advertisment