/connect-gujarat/media/post_banners/cd25425111d869eb51bbb20e679a6a1f2098cb0f555b92bf891e13ece375c128.jpg)
ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની રહી છે. શહેરના હાર્દસમા શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિકજામના કારણે 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી.
ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે ત્યારે આજરોજ ફરી એકવાર ભરૂચ શહેરના હાર્દિક સમા શકિતનાથ વિસ્તારમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ જોવા મળી હતી જેમાં 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સવારે 8:30 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ આમ છતાં ભારે વાહનો અવરજવર કરે છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અનેક વાહન ચાલકો અટવાય છે ત્યારે તંત્ર દ્વારા જાહેરનામાનો કડકપણે અમલ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે