/connect-gujarat/media/post_banners/a1ab9a40dcbee94aac873a2f0ec22e0969b2c8f2ef108f8d4b464fff17ec08f0.jpg)
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આજરોજ ફરી એકવાર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.
ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે આજરોજ ફરી એકવાર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.અંકલેશ્વર નજીક આવેલ આમલાખાડી પરના બ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાય રહી છે જેના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે અને ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.આજે સવાર સુધીમાં ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.આ તરફ વાલીયા ચોકડી સુધી ટ્રાફિક જામ થતાં જીઆઇડીસીમાં જતા વાહનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્ર દ્વારા બ્રિજના માર્ગનું સમારકામ વહેલી તકે કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ટ્રાફિકના નિયમન માટે વધુ પોલીસ જવાનો ફાળવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે