ભરૂચ : યુક્રેનથી હેમખેમ પરત તો આવી ગયાં, હવે સતાવે છે અભ્યાસની ચિંતા

ભરૂચ જિલ્લાનો વધુ એક છાત્ર વતન પરત આવ્યો તબીબી શિક્ષણ વ્યર્થ ન જાય તેની ચિંતા ફસાયેલા વિદ્યાર્થીઓની થઇ રહી છે ઘરવાપસી

New Update
ભરૂચ : યુક્રેનથી હેમખેમ પરત તો આવી ગયાં, હવે સતાવે છે અભ્યાસની ચિંતા

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ ત્યાંના વિવિધ શહેરોમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ વતન પરત ફરી રહયાં છે. હજીય કેટલાય ભારતીય છાત્રો યુક્રેનમાં ફસાયેલાં છે. યુક્રેનમાં ફસાયેલ ભરૂચ નો વિદ્યાર્થી હર્ષિલ વંઝા હેમખેમ પરત આવતા પરિવારજનો માં ખુશી પ્રસરી ગઈ હતી. હર્ષ એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો હવે તેને અભ્યાસની ચિંતા સતાવી રહી છે. પાંચ વર્ષની આ ક્ષેત્ર ની મહેનત વ્યર્થ ના જાય તે માટે તે સરકાર ને વિનંતી પણ કરી રહ્યો છે...