Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : અદ્ધતન સુવિધાથી સજ્જ ઝઘડીયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગનું હાઇકોર્ટ ચીફ જસ્ટિસ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન...

75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડીંગનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

X

75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડીંગનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડીંગનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, જસ્ટિસ વૈભવી નાણાવટી, ગુજરાત હાઇકોર્ટના જજ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડીયા કોર્ટ બિલ્ડીંગના ઉદ્ઘાટનમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ભરૂચના વી.કે.પાઠક, જજ એચ.એસ.પટેલ, પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝઘડીયા, ઝઘડીયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, બાર એસોસિયનના હોદ્દેદારો અને સભ્યો તેમજ રાજપારડી, ઉમલ્લા અને ઝઘડીયા પોલીસ મથકના પોલીસ અધિકારીઓ, ઝઘડીયા ગામના સરપંચ, ગામ આગેવાનો વિશેષ‌ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઝઘડીયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોર્ટ બિલ્ડીંગ બનીને તૈયાર હતું. પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને હસ્તગત કરવામાં આવ્યું ન હતું. પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક અને સેશન જજ ભરૂચના પ્રયત્નોથી આ બિલ્ડીંગની ટેકનીકલ ખામીઓ ઝડપથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેના ફળસ્વરૂપે સિવિલ કોર્ટ બિલ્ડીંગ ઝઘડીયા તાલુકાના નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ અને સેશન જજ વિ.કે.પાઠકે જણાવ્યું હતું કે, ઝઘડીયા કોર્ટ બિલ્ડિંગ અધતન સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કોન્ફરન્સ રૂમ, લેડી બાર રૂમ, જેન્ટ્સ બાર રૂમ, જજીસ ચેમ્બર તથા એડિશનલ કોર્ટ રૂમ, વિડિયો કોન્ફરન્સ વગેરેની સવલતો સાથે ઝઘડિયાની જનતાને નવું સગવડભર્યું કોર્ટ બિલ્ડીંગ સમર્પિત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. વધુમાં તેઓએ ઝઘડીયાની જનતાને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જે પણ પક્ષકાર અહીં આવશે તે સંતોષની લાગણી સાથે વિદાય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Next Story