ભરૂચ: બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ લોકોને માર માર્યો તો તમારી ખેર નથી, જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ લોકો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

ભરૂચ: બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ લોકોને માર માર્યો તો તમારી ખેર નથી, જુઓ પોલીસે શું કરી કાર્યવાહી
New Update

ભરૂચમાં બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ લોકો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોલીસે નિર્દોષોને માર મારવાના આરોપ સર 2 અલગ અલગ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તાજેતરમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. ઘણા મેસેજ સાથે વિડીયો પણ જોવા મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે. આ વાઇરલ મેસેજની લોકોના માનસપટલ ઉપર એટલી ગંભીર અસર પહોંચી છે કે આસપાસના વિસ્તારમાં નજીવી શંકામાં પણ નિર્દોષોને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચના બી ડિવિઝન વિસ્તાર સ્થિત APMC માર્કેટ પાસે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં બે મહિલાઓને ટોળાએ એ હદે માર માર્યો કે તેમને સારવાર આપવાની ફરજ પડી હતી. ઘટના બાદ ભરૂચના SP ડો. લીના પાટીલે ચેતવણી જાહેર કરી શંકાસ્પદ મામલાઓમાં કાયદો હાથમાં ન લઈ પોલીસને માહિતગાર કરવા જણાવવામાં આવ્યું હતું, આ મામલે પોલીસ દ્વારા કકડ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બાળકો ઉઠાવી જવાની શંકાએ નિર્દોષોને માર મારનાર 29 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. બે બનાવમાં 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયામાં ખોટા વાયરલ મેસેજના કારણે આ ઘટના બની હતી ત્યારે મેસેજ વાયરલ કરનાર તત્વો સામે પણ પોલીસ લાલ આંખ કરી રહી છે.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #gang #Bharuch Police #Beaten #innocent people #kidnaps children
Here are a few more articles:
Read the Next Article