/connect-gujarat/media/post_banners/23421b3bb0be508c357a4f651764791cad8d9c90b56086e511adc9ba32f62807.webp)
અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં આવેલ ચામુંડા અનાજ કરિયાણાની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ગેસના સીલીન્ડરમાં રીફીલીંગ કરતા શખ્શને ઝડપી પાડ્યો હતો
ભરૂચ સ્પેશયલ ગ્રુપની ટીમ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એટીએસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં આવેલ ચામુંડા અનાજ કરિયાણાની દુકાનમાં વેપારી મોટા સીલીન્ડરમાંથી ગેરકાયદેસર રીતે નાના સીલીન્ડરમાં ગેસ રીફીલીંગ કરી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પર ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડ રિફીલિંગ કરતા એક ઇસમને પકડી પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી ૧૧ ગેસના સિલિન્ડર અને રિફીલિંગ પાઇપ,બે વજન કાંટા મળી કુલ ૨૨ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને લક્ષ્મણ નગર કાલી માતા મંદિર પાસે રહેતો બક્ષી રોશન ખત્રીને ઝડપી પાડ્યો હતો.