Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીકથી બાયો ડીઝલનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

ઝઘડીયા તાલુકાના હરિપુરા નજીકથી એક વ્યક્તિ ગેરકાયદેસર બાયો ડીઝલનાં જથ્થા સાથે ઝડપાયો હતો.

X

ઝઘડીયા તાલુકાના હરિપુરા નજીકથી એક વ્યક્તિ ગેરકાયદેસર બાયો ડીઝલનાં જથ્થા સાથે ઝડપાયો હતો. જ્યારે અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હરીપુરા નજીકથી ગેરકાયદેસર બાયો ડીઝલના જથ્થા સાથે એક ઈસમ રંગે હાથ ઝડપાયો હતો.

મળતી માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામની સીમમાં સિકોતર માતાના મંદીર પાસે ઉમલ્લાથી રાજપારડી જતા રોડની બાજુમાં ફ્રેન્ડ્સ બ્રીક્સ રેતીના સ્ટોકના કંપાઉન્ડમા એક ઇસમ ગેરકાયેદેસર રીતે બાયોડીઝલ નો સંગ્રહ કરી આવતા જતા વાહનોમાં બાયો ડીઝલના ઇંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે જે બાતમી આધારે એલ.સી.બી પોલીસે માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કંપાઉન્ડમાંથી બ્લ્યુ કલરના બેરલ નંગ- 09 માં ભરેલ શંકાસ્પદ બાયોડીઝલ ૧૦૦૦ લીટર કિ.રૂ. ૭૦,૦૦૦/- તથા એલ્યુમિનિયમના અલગ અલગ માપના માપીયા નંગ- ૦૩ કિ.રૂ. ૧,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦/- કુલ કિ.રૂ. ૭૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ વિરલ ખંડુભાઇ રાઠોડ હાલ રહે, હરીપુરા ફ્રેન્ડસ બ્રીક્સ ઉપર તા-ઝઘડીયા જી- ભરૂચ મૂળ રહે, નિશાળ ફળીયું, સોનારપાડા સોનગઢ તા- સોનગઢ જી- તાપી ઝડપી પાડી તેમજ અસ્ફાકભાઇ જેલર જેનું પુરુ નામ સરનામું જણાયેલ નથી અલ્તાફભાઇ માંજરા જેનું પુરુ નામ સરનામું જણાયેલ નથી બે ઈસમ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવેલ છે

Next Story