Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આમોદના આછોદ ગામે પતિએ પત્નીને કહ્યું તલાક તલાક તલાક, પતિ સામે ગુનો નોંધાયો

ભરૂચ જિલ્લામાં ત્રિપલ તલાકની અનેક ઘટનાઓ સામે આવી

X

ભરૂચ જિલ્લામાં ત્રિપલ તલાકની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે પતિએ પત્નીને ત્રણ વાર તલાક તલાક તલાક કહી છૂટાછેડા આપી દેતા પત્નીએ આમોદ પોલીસ મથકમાં પોતાના જ પતિ સામે ત્રિપલ તલાક વિરુદ્ધ તથા શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી એક્ટર ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામના રહેવાસી રફિકભાઈ ચોકીવાળાના લગ્ન ફરીદાબેન સાથે થયા હતા પરંતુ બંને વચ્ચે વારંવાર નાના-મોટા ઝઘડા થયા કરતા હતા તેવામાં પતિએ પોતાની જ પત્નીને છૂટાછેડા આપવા માટે કહ્યું હું મારી જીંદગી તારી સાથે જીવવા માંગતો નથી હું તને તલાક આપું છું તેમ કહી ત્રણ વાર તલાક તલાક તલાક કહી પત્નીને છૂટાછેડા આપી દેતા રોષે ભરાયેલી પત્નીએ તાબડતોડ નજીકના પોલીસ મથકે દોડી જઇ ત્રિપલ તલાક એકટ મુજબ તેમજ પતિના માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા એક્ટ મુજબ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

Next Story