Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મૂલેર ગામે એક સાથે 6 લોકોની અર્થી ઉઠતા ગામ આખુ હીબકે ચઢ્યુ, દરિયામાં ડૂબી જતા નિપજયુ હતુ મોત

ભરૂચના દહેજના મૂલેર ગામે દરિયામાં ડૂબી જવાથી 6 લોકોના મોત નિપજ્યા બાદ આજરોજ 6 લોકોની ગામમાંથી અર્થી ઉઠતા સમગ્ર ગામ હીબકે ચઢ્યુ હતુ.

X

ભરૂચના દહેજના મૂલેર ગામે દરિયામાં ડૂબી જવાથી 6 લોકોના મોત નિપજ્યા બાદ આજરોજ 6 લોકોની ગામમાંથી અર્થી ઉઠતા સમગ્ર ગામ હીબકે ચઢ્યુ હતુ.

ભરૂચના દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો દરિયાકાંઠે ન્હાવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આજરોજ મૂલર ગામમાંથી એક સાથે 6 અર્થી ઉઠતા સમગ્ર ગામ હીબકે ચઢ્યુ હતું અને ભારે ગમગીનીના દ્રશ્યો જોવા મળ્યા. એક જ પરિવારના 6 લોકો સમુદ્રમાં કાળનો કોળિયો બનતા ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. મૃતકોની અંતિમ યાત્રામા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિતના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓએ પણ જોડાયા હતા

Next Story