Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લોકસભા ચૂંટણીમાં મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તાલીમ વર્ગ યોજાયો...

ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અંગેના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

X

ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અંગેના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં આગામી તા. ૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ ૨૨-ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગ અને ૧૫૩-ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલીંગ ઓફીસરોની તાલીમનું આયોજન સરકારી ઈજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૫ પોલીંગ ઓફીસર, ૩૬૬ પ્રિસાઈડીંગ ઓફિસર અને ૪૩૯ આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનિષા મનાણીના રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા. બે દિવસીય તાલીમના પ્રથમ દિવસે કુલ ૯૨૦ કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ સરકારી ઈજનેરી કોલેજ ભરૂચ ખાતે ચાલી રહેલાં ઉક્ત તાલીમ વર્ગોની મુલાકાત લઇ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ તબક્કે, તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા ખાતે ૧૨,૮૯૦ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાવાના છે. હાલ પાંચ વિધાનસભા વિસ્તારમાં સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થઈ રહી છે. ચૂંટણી પ્રકિયા દરમ્યાન સૌથી અઘરું કામ મેન પાવર મેનેજમેન્ટનું હોય છે, ત્યારે ચાલુ વર્ષે એસ.આર.વેલફેર હ્યુમન રિસોર્સ માટે ઈનોવેટીવ કામગીરી કરવા જઈ રહ્યા છે. વધારેમાં વધારે સગવડભર્યું વાતાવરણ પુરું પાડવા તંત્ર કટીબદ્ધ થનાર છે. ભરૂચ જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટીબધ્ધતા દર્શાવી હતી. આ તાલીમ વર્ગમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર-ભરૂચ મનિષા મનાણી, નાયબ ચુંટણી અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગૂલી સહિતના અધિકારીઓએ મુલાકાત કરી તાલીમનું નિરિક્ષણ કર્યું હતું.

Next Story