Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડીયાના પાણેથા ગામે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સગીરા પર ચપ્પુ વડે કર્યો હુમલો, સગીરા સારવાર હેઠળ

પાણેથા ગામના વડવાળા ફળિયામાં નવરાત્રી પર્વમાં ઘર આંગણે ગરબા જોતી સગીરા ઉપર એક તરફી પ્રેમમાં પાગલ યુવાનનો ચપ્પુ વડે હુમલો કરી તેને મારી નાખવાની કોશિશ કરતા ગંભીર ઈજાઓને પગલે સગીરાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી

X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના વડવાળા ફળિયામાં નવરાત્રી પર્વમાં ઘર આંગણે ગરબા જોતી સગીરા ઉપર એક તરફી પ્રેમમાં પાગલ યુવાનનો ચપ્પુ વડે હુમલો કરી તેને મારી નાખવાની કોશિશ કરતા ગંભીર ઈજાઓને પગલે સગીરાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી

ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના વડવાળા ફળિયામાં રહેતી 13 વર્ષીય બાળકી તારીખ-૨જી ઓક્ટોબરના રોજ રાતે નવરાત્રી પર્વમાં ઘર આંગણે મહાકાલી માતાજીના મંદિરે ગરબા રમવા ગઈ હતી આ દરમ્યાન ગામનો જ નીલેશ વસાવા કિશોરીના એક તરફી પ્રેમમાં પાગલ હોય તેણે કિશોરીને પ્રેમ સંબંધ રાખવાદબાણ કર્યું હતું જો કે કિશોરીએ ના પાડતા તે અચાનકજ ઉશ્કેરાય ગયો હતો અને ગાળાના ભાગે ચપપુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. દરમ્યાન એક ગ્રામજને બાળકીને બચાવી હતી જો કે તેને પણ ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હાલ ઉમલ્લા પોલીસે હુમલો કરનાર યુવાન વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story