Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મનસુખ વસાવાના "મન કી બાત " આવેદનના રૂપમાં, જુઓ કેમ આવ્યાં લોકો સમર્થનમાં

કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડનારા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવાનો સિલસિલો શરૂ થયો છે.

X

કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડનારા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવાનો સિલસિલો શરૂ થયો છે. ભરૂચમાં સાંસદના સમર્થકોએ તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતાની છબી ધરાવે છે. તાજેતરમાં નારેશ્વર પાસે આવેલાં માલોદ ગામ પાસે ડમ્પરની ટકકરે એક જ પરિવારના 3 લોકોના મોત થયાં હતાં. અકસ્માતની જાણ થતાં મનસુખ વસાવા સ્થળ પર પહોંચ્યાં હતાં. સાંસદ મનસુખ વસાવા કરજણના મામલતદાર તથા સર્કલ ઓફીસરને ગાળો બોલતાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.

આ ઘટના બાદ મહેસુલી કર્મચારીઓએ મનસુખ વસાવાની વિરૂધ્ધમાં આવેદનપત્ર આપ્યું હતું. મહેસુલી કર્મચારીઓ બાદ હવે ભાજપના કાર્યકરો અને આગેવાનો સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવ્યાં છે. ભરૂચમાં મોટી સંખ્યામાં સમર્થકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રેતી માફીયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

સાંસદ મનસુખ વસાવા તેમના વાયરલ વિડીયોના કારણે હાલ ચર્ચામાં છે. માલોદમાં બનેલી ઘટના અંગે તેમણે એક કાર્યક્રમમાં ખુલાસો પણ કર્યો હતો અને કહયું હતું કે તે દિવસે અધિકારીઓ જાણે જાનમાં આવ્યાં હોય તેવી રીતે ખિસ્સામાં હાથ નાંખી ને ફરતાં હતાં ત્રણ લોકોના મોત થયા હોવા છતાં તેઓ બિન્દાસ્ત હતાં જેથી તેમને ગુસ્સો આવ્યો હતો.

Next Story