/connect-gujarat/media/post_banners/240e8607b89950a107d35a8b484f02fd6c35524cdb6cde3dad8cde5e05c8993f.jpg)
ભરૂચ શહેરની નર્મદા ચોકડી સ્થિત જીએનએફસી બસ સ્ટેન્ડ નજીક અગ્રવાલ સમાજ દ્વારા રાહદારી તથા મુસાફરો માટે વિનામુલ્યે પીવાના પાણીની સુવિધાના ભાગરૂપે પાણીની બોટલનું વિતરણ તેમજ પરબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ તથા અંકલેશ્વરમાં વસવાટ કરતાં અગ્રવાલ સમાજના આગેવાનો દ્વારા ગત સપ્તાહે ભરૂચ એસટી ડેપો ખાતે સૌપ્રથમ ઠંડા પાણીની પરબની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાહદારી તથા મુસાફરોને 5 હજાર લીટર પાણીનું વિતરણ કરી તરસ્યાની તરસ છીપાવી માનવ સેવા કર્તવ્ય નિભાવ્યું હતું, ત્યારે આ માનવ સેવાના કાર્યને આગળ ધપાવતા આજરોજ નેશનલ હાઇવે નંબર 48 પર પણ નર્મદા ચોકડી સ્થિત જીએનએફસી બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરો સહિત મુખ્યમાર્ગો પરથી પસાર થતા રાહદારીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને વિનામૂલ્યે પીવાનું પાણી મળી રહે તે માટે અગ્રવાલ સમાજના સભ્યો દ્વારા વધુ એક પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ પરબ ખાતે સવારથી સાંજ સુધી ડેપોમાં આવતા મુસાફરો અને મુખ્ય માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને પાણીની તરસ છીપાવવા મદદરૂપ નીવડ્યા હતા.