આગામી દિવસોમા આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખી ભરૂચ એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈની અધ્યક્ષતા શાંતિ-સમિતિની બેઠક યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી દિવસોમાં આવનાર હોળી-ધૂળેટીનો તહેવાર અને હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે આ બન્ને તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ સતર્ક બની છે. આ બન્ને તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવો ન બને તે માટે અત્યારથી જ પોલીસ સજાગ થઈ છે. તહેવારોની ઉજવણી શહેરી વિસ્તારોમાં ભાઈચારા અને શાંતિથી થાય તે માટે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ વી.યુ.ગડરિયાની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોની શાંતિ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં આવનાર તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારના માહોલમાં પૂર્ણ થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેવી પીઆઈ દ્વારા દરેક આગેવાનો અપીલ કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે છેલ્લે શાંતિ સમિતિના સભ્યો એ’ ડિવિઝન પોલીસ મથકનો ચાર્જ સંભાળનાર પીઆઈ યુ.વી.ગડરિયાને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.