ભરૂચ:વગુસણા નજીક ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ

ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ:વગુસણા નજીક ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ
New Update

ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરુચ જીલ્લામાં મોટાપાયે કેળાની ખેતી કરતાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ખેડૂતોની આર્થિક સક્ષમતા વધે તે હેતુથી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન દ્વારા ભરૂચના વગુસણા ગામ પાસે ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું સ્થાપન કરવામાં આવ્યું છે જે કેન્દ્ર ખાતે કેળાંની લૂમ નીકળી ગયા બાદ થડનો પણ ઉપયોગ થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેળાના થડના નકામા અવશેષોમાંથી સંશોધન બાદ રાસ્પાડોર મશીનનો ઉપયોગ કરી કેળાના થડમાંથી સૂકા રેશા,ઘન કચરો પ્રવાહી અને મધ્યગર સહિતના ઘટકો છૂટા પાડી તે ઘટકોમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવી હતી જેમાં કાપડ,ઉચ્ચ ગુણવત્તાના કાગળો હાથ બનાવટની અનેક વસ્તુઓ સાથે કાર્ડબોડ સહિતની વસ્તુઓ સાથે કંપોસ્ટ ખાતર અને માછલીઓનો ખોરાક તેમજ મધ્યગરમાંથી ખાવાલાયક ચીજ વસ્તુઓ જેવી કે કેન્ડી,શરબત સહિતની વસ્તુઓ બનાવી છે જે ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રિબિંગ કટિંગ અને તખ્તી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણી,કુષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલ, ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ,રાજ્ય કક્ષાના ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ગુજકોમાસોલ બિપિન પટેલ,કલેકટર તુષાર સુમારે અને એસપી મયુર ચાવડા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Inauguration #Governor Acharya Devvrat #Project #fiber #Gujco Green Banana #Vagusana Village
Here are a few more articles:
Read the Next Article