ભરૂચ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઓસારા રોડ પર હોટલ પટેલની વાડીનો શુભારંભ

ભરૂચના ઓસારા રોડ પર હલદરવા ચોકડી નજીક ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે "પટેલની વાડી"નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update

છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચની નર્મદા ચોકડી નજીક પટેલની વાડી ભરૂચવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઝાડેશ્વર ગામના આગેવાન નરેશ પટેલ દ્વારા હલદરવા ચોકડી નજીક ઓસારા રોડ ખાતે "પટેલની વાડી"ના નામથી નવી હોટલ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગેના ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના માજી પ્રદેશ ઉપાધ્યક્ષ જીવરાજ ધારુકાવાલા, અંક્લેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.