Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હાંસોટની કાકાબા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, 24 કલાક દર્દીઓને મળશે અવિરત ઓક્સિજન...

X

ભરૂચ જિલ્લાના હાંસોટની કાકાબા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 70 લાખના ખર્ચે કેડીલાએ ફાળવેલા પ્લાન્ટથી 50 દર્દીઓને 24 કલાક અવિરત ઓક્સિજન મળી રહેશે. ભરૂચ જિલ્લાના હાંસોટની કાકાબા હોસ્પિટલમાં શુક્રવારના રોજ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. કેડીલા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા તેના સી.એસ.આર. ફંડ હેઠળ રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ કરાયેલો ઓક્સિજન પ્લાન્ટ 25 નોર્મલ ક્યુબીક મીટરનો છે. જેનાથી 50 જેટલા દર્દીઓને 24 કલાક અવિરત ઓક્સિજન પૂરો પાડી શકાશે.

આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, કાકાબા હોસ્પિટલના તબીબ ભરત ચાંપાનેરીયા, અંકલેશ્વર પ્રાંત અધિકારી રમેશ ભગોરા, હાંસોટ PSI કે.એમ.ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાની બે લહેરમાં આપણે અનેક વિકટ સ્થિતિ અને ઓક્સિજનની ભારે અછતમાંથી પસાર થયા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભવત ત્રીજી લહેર માટે સક્ષમતા સજ્જ કરવા PM કેર હેઠળ દેશના દરેક જિલ્લા અને હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરાવ્યા છે.

Next Story