Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કર્યો ડોર ટૂ ડોર પ્રચાર, કાર્યકરો જોડાયા

ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છૅ ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે

X

ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ

રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર તેજ કરાયો

ચૈતર વસાવા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરાયો

જુના ભરૂચના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરાયો

મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છૅ ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે ત્યારે આજે જુના ભરૂચના દાંડિયા બજાર,લલ્લુભાઇ ચકલા, સોનેરી મહેલ સહિતના વિવિધ વિસ્તારોમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું.આ દરમ્યાન એક સમર્થક દ્વારા તેઓને રક્તનું તિલક કરવામાં આવ્યું હતું

Next Story