ભરૂચ : ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું જંબુસરમાં કરાશે નિર્માણ, PM મોદીના આગમન પૂર્વે ભાજપના હોદ્દેદારોએ બેઠક યોજી

જંબુસર નગરમાં ભારતનું પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે

New Update
ભરૂચ : ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું જંબુસરમાં કરાશે નિર્માણ, PM મોદીના આગમન પૂર્વે ભાજપના હોદ્દેદારોએ બેઠક યોજી

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ભારતનું પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા બેઠક યોજી હતી, ત્યારબાદ સંભવિત સભા સ્થળની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ ૧૦-૧૦-૨૨ના રોજ ભારતના એકમાત્ર બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે થઈ રહ્યું હોય. જેને અનુલક્ષીને ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીઆ તથા સાંસદ મનસુખ વસાવા સહિત જીલ્લા ભાજપની ટીમે જંબુસર ખાતે યોજાનાર PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે જ જિલ્લા ભાજપની ટીમે બલ્ક ડ્રગ પાર્કના સ્થળની મુલાકાત કરી હતી. જંબુસર તાલુકાના ટંકારી, બાકરપોર ટીંબી, મદાફર, કનસાગર, ઠાકોર તલાવડી વિસ્તારની જમીન ઉપર રૂ. એક કરોડના ખર્ચે ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક બનાવવાનું આયોજન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે.

અને તે સંદર્ભે આગામી તારીખ ૧૦-૧૦-૨૨ના રોજ ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવાના કાર્યક્રમનું આયોજન હાથ ધરાતા ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીઆ, સાંસદ મનસુખ વસાવા સહિત જીલ્લા ભાજપની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવાના ભાગરૂપે જંબુસર ખાતે સ્થળ મુલાકાતે આવી હતી. જંબુસર APMC હોલ ખાતે જંબુસર તાલુકા તથા શહેર ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત જીલ્લા ભાજપ મહામંત્રી નિરવ પટેલ, ફતેસિંહ ગોહિલ તથા મહારાષ્ટ્રના પૂર્વ સંગઠન મંત્રી તથા જીલ્લા પ્રવાસી રઘુનાથ કુલકર્ણીનાઓએ ઉપસ્થિત પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા તથા મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર બેઠક દરમ્યાન રાજ્યના પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, માજી ધારાસભ્ય કિરણ મકવાણા, જીલ્લા મંત્રી કૃપા દોશી, જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, પાલિકા પ્રમુખ ભાવના રામી, APMC ચેરમેન વનરાજસિંહ મોરી સહિત અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories